Register Now | Forgot Username? | Forgot Password?
Home News Sports Australia in Semifinal of champions trophy
Australia in Semifinal of champions trophy PDF Print E-mail
Chinar
Written by Chinar   
Thursday, 01 October 2009 04:24

ભારત બહાર ફેકાયું ::  ઓસ્ટ્રેલિયા રોમાંચક જીત સાથે સેમિફાઇનલમાં

ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે બે વિકેટથી પાકિસ્તાનને હરાવ્યુ

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની નિર્ણાયક મેચમાં ભારે રોમાંચક મુકાબલા બાદ મેચના આખરી બોલે બે વિકેટે વિજય મેળવી ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધુ હતુ. પાકિસ્તાને આપેલા ૨૦૬ રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ ૧૮૭ રનમાં આઠ વિકેટો ગુમાવી હતી. જો કે બ્રેટ લી (૧૨) અને હોરિત્ઝ (૯) વચ્ચેની અણનમ ૧૯ રનની ભાગીદારીએ ટીમને નાટકિય વિજય અપાવ્યો હતો. માઇકલ હસીને તેની ૬૪ રનની ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Indiaહવે ૨જીએ ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ અને ૩જીએ ન્યુઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે બીજી સેમિ ફાઇનલ , જીતવા માટેના ૨૦૬ રન ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે કર્યા

હવે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨જી ઓક્ટોબરે પ્રથમ સેમિ ફાઇનલ રમાશે. જ્યારે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન ૩જી ઓક્ટોબરે બીજી સેમિ ફાઇનલમાં ટકરાશે. પાકિસ્તાને આપેલા ૨૦૬ રનના આસાન લાગતા પડકારનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ એક તબક્કે ચાર વિકેટે ૧૭૪ રન કરી લીધા હતા. જો કે ત્યાર બાદ ૧૩ રનના ગાળામાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટો ગુમાવતા ભારતની સેમિ ફાઇનલમાં પ્રવેશવાની આશા વધી હતી. ઓસ્ટ્રેલિયાએ આખરી ઓવરમાં જીતવા માટે ચાર રનની જરુર હતી. ગુલની બોલીંગમાં પાંચમા બોલે એક રન લઇ લીએ સ્કોર ટાઇ કરી દીધો હતો. જે પછી આખરી બોલ પર હોરિત્ઝ શોટ ફટકારી શક્યો નહતો અને તેઓ રન દોડી ગયા હતા. અકમલનો થ્રો બેઇલ્સ વેખરી ન શકતા બાયનો રન ઓસ્ટ્રેલિયા માટે વિજયી રન બન્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયા પાંચ પોઇન્ટ સાથે ગૃપમાં ટોચ પર આવી ગયુ હતુ. જ્યારે પાકિસ્તાન ચાર પોઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યુ હતુ. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પાકિસ્તાનને બેટીંગમાં ઉતાર્યુ હતુ. પાકિસ્તાન તરફથી યુસુફે ૬૯ બોલમાં ૪૫, કામરાન અકમલે ૬૩ બોલમાં ૪૪ અને મિસ્બાહે ૫૩ બોલમાં ૪૧ રન કર્યા હતા. કેપ્ટન યુનુસે ૪૯ બોલમાં ૧૮ રન કરતાં પાકિસ્તાન ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર કરવા માટે ધીમું રમતુ હોય તેમ લાગતુ હતુ.
પાકિસ્તાન


વિકેટનો ક્રમ ઃ ૧-૩૦ (આફ્રિદી ૭.૧), ૨-૭૫ (કે.અકમલ ૧૮.૩), ૩-૮૯ (યુનુસ ૨૩.૪), ૪-૧૨૩ (મલિક ૩૧.૫), ૫-૧૮૬ (યુસુફ ૪૬.૨), ૬-૧૯૮ (મિસ્બાહ ૪૯.૩) બોલીંગ ઃ લી ૧૦-૦-૩૦-૧, સિડલ ૫-૦-૨૪-૦, જોહનસન ૧૦-૦-૪૫-૨, વોટસન ૮-૦-૩૨-૨, હોપ્સ ૧૦-૦-૫૦-૧, હોરિત્ઝ ૭-૧-૨૪-૦.

-

રન

બોલ

કે.અકમલ બો.વોટસન

૪૪

૬૩

આફ્રિદી કો.હોપ્સ બો.જોહનસન

૧૫

૧૮

યુનુસ કો.જોહનસન બો.હોપ્સ

૧૮

૪૯

મલિક કો.પોન્ટીંગ બો.જોહનસન

૨૭

૩૭

યુસુફ કો.વ્હાઇટ બો.લી

૪૫

૬૯

મિસ્બાહ હિટ વિકેટ બો.વોટસન

૪૧

૫૩

યુ.અકમલ અણનમ

૦૨

૦૮

નાવેદ અણનમ

૦૭

૦૩

વધારાના (વાઇડ ૬)

૦૬

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૬ વિકેટે

૨૦૫

 

 

 

 

ઓસ્ટ્રેલિયા


વિકેટનો ક્રમ ઃ ૧- ૪૪ (વોટસન ૮.૪), ૨-૫૯ (પૈન ૧૧.૩), ૩-૧૪૦ (પોન્ટીંગ ૩૧.૨), ૪-૧૫૭ (ફર્ગ્યુસન ૩૬.૪), ૫-૧૭૪ (એમ.હસી ૪૦.૫), ૬-૧૭૫ (હોપ્સ ૪૧.૨), ૭-૧૭૬ (વ્હાઇટ ૪૧.૫), ૮-૧૮૭ (જોહનસન ૪૫.૫) બોલીંગ ઃ ગુલ ૯-૧-૩૮-૧, આસિફ ૮-૦-૩૪-૨, આફ્રિદી ૧૦-૦-૪૭-૧, નાવેદ ૯-૨-૩૯-૧, અજમલ ૧૦-૧-૩૧-૨, મલિક ૪-૦-૧૬-૧.

-

રન

બોલ

વોટસન કો.કે.અકમલ બો.ગુલ

૨૪

૨૨

પૈન એલબી બો.આફ્રિદી

૨૯

૪૦

પોન્ટીંગ કો.યુ.ગુલ બો.મલિક

૩૨

૬૪

એમ.હસી બો.નાવેદ

૬૪

૮૭

ફર્ગ્યુસન બો.અજમલ

૦૭

૧૮

વ્હાઇટ બો.આસિફ

૦૫

૧૬

હોપ્સ કો.યુનુસ બો.આસિફ

૦૧

૦૩

જોહનસન બો.અજમલ

૦૯

૧૮

લી અણનમ

૧૨

૧૫

હોરિત્ઝ અણનમ

૦૯

૧૮

વધારાના (બાય ૧, વાઇડ ૧૨, નોબોલ ૧)

૧૪

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૮ વિકેટે

૨૦૬

 

 

 

 

અભિષેક નાયરને કારકિર્દીની પ્રથમ વન ડેની તક
તેંડુલકરે ફૂડ પોઇઝનિંગના લીધે વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ ગુમાવી

જોહનીસબર્ગ,
તેંડુલકરને ફૂડ પોઇઝનિંગ થઇ જતાં તે વિન્ડિઝ સામેની ભારતની આખરી લીગ મેચમાં રમી શક્યો નહતો. ભારતે તેના સ્થાને દિનેશ કાર્તિકને સ્થાન આપ્યુ હતુ. જ્યારે આઉટ ઓફ ફોર્મ ઇશાન્ત શર્માના સ્થાને યુવા ઓલરાઉન્ડર નાયરને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શ્રીલંકામાં રમાયેલા ત્રિકોણીય જંગની ફાઇનલમાં શાનદાર સદી ફટકારી તેંડુલકરે તેનું ફોર્મ સાબિત કર્યુ હતુ. જો કે તે સાઉથ આફ્રિકામાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં નિષ્ફળ રહ્યો હતો. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં તેંડુલકર યુવા બોલર આમેરનો શિકાર બન્યો હતો. જે પછી ઓસ્ટ્રેલિયા સામેની મેચ વરસાદમાં ધોવાઇ જતા ભારતને બેટીંગમાં આવવાની પણ તક મળી નહતી. દરમિયાનમાં વિન્ડિઝ સામેની મેચ અગાઉ તેંડુલકરને ફૂડ પોઇઝનિંગ થઇ જતાં તે મેદાન પર ઉતરી શક્યો નહતો. તેંડુલકર અનફિટ થતાં ધોનીની પરેશાની વધી ગઇ હતી.
Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat