|
ICC Champions Trophy match between India and Australia |
|
|
|
|
Written by Hiral Vyas
|
|
Tuesday, 29 September 2009 04:42 |
ઓસી. સામેની મેચ ધોવાઇ, ભારતને જોખમચેમ્પિયન્સ ટ્રોફી : ૪૨.૪ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ૪/૨૩૪, પોન્ટિંગ, પેઇન, હસ્સીની અડધી સદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે ક્રિકેટ મેચ સોમવારે વરસાદને કારણે ધોવાઇ જતાં ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશવા માટે ભારત સામે જોખમ પેદા થયું છે.
અહીંના સેન્ચુરિયન પાર્ક ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ભારે વરસાદ પડતાં ૪૨.૪ ઓવર પછી રમત શકય બની ન હતી અને લગભગ ત્રણેક કલાક સુધી વરસાદ અટકવાની રાહ જોયા બાદ અમ્પાયર્સે મેચ પડતી મુકેલી જાહેર કરતાં બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો હતો.
આમ ઓસ્ટ્રેલિયા અત્યારે બે મેચમાંથી ત્રણ પોઇન્ટ ધરાવે છે જયારે બારત પાસે આજની મેચમાંથી મળેલો એક પોઇન્ટ છે. ગ્રૂપ એમાં પાકિસ્તાન ચાર પોઇન્ટ સાથે મોખરે છે. ચારેય ટીમને એક-એક મેચ રમવાની બાકી છે અને બુધવારે ભારત-વિન્ડીઝ તથા ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
ભારત માટેની અત્યંત મહત્ત્વની મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન વરસાદનું વિધ્ન નડતાં રમત અટકી પડી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૪૨.૪ ઓવરમાં ચાર વિકેટે ૨૩૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આશિષ નહેરાએ ત્રીજી જ ઓવરમાં ઓપનર શેન વોટ્સનને આઉટ કરીને ભારત માટે મોટી આશા પેદા કરી હતી.
પરંતુ રિકી પોન્ટિંગ અને વિકેટકીપર ટિમ પેઇને બીજી વિકેટ માટે ૮૪ રન ઉમેરીને બાજી સંભાળી લીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે પેઇન, પોન્ટિંગ અને માઇક હસ્સીએ અડધી સદી ફટકારી હતી પરંતુ તેઓ સેટ થયા બાદ આઉટ થઇ ગયા હતા. પેઇને ૫૮ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા તો પોન્ટિંગ અને માઇક હસ્સી ૬૦નો સ્કોર વટાવ્યા બાદ તેઓ ૭૦ના આંક સુધી પહોંચી શકયા ન હતા.
પોન્ટિંગે ૬૫ તથા હસ્સીએ ૬૭ રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની ૪૩મી ઓવર દરમિયાન વરસાદ પડતાં રમત અટકી પડી એ વખતે કેમરૂન વ્હાઇટ ૩૫ અને ફર્ગ્યુસન બે રન સાથે રમતમાં હતા.
ભારતે આ મેચમાં બે ફેરફાર કરીને અમિત મિશ્રા તથા પ્રવીણકુમારને ટીમમાં સામેલ કર્યા હતા જયારે આરપી સિંઘ અને યુસુફ પઠાણને બહાર રાખ્યા હતા. આશિષ નહેરા ઉપરાંત અમિત મિશ્રા અને ઇશાન્ત શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
સ્કોર બોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી : પોઇન્ટ ટેબલ

Courtesy : Divyabhaskar.co.in
Trackback(0)
 |