Register Now | Forgot Username? | Forgot Password?
Home News Sports Do-or-die scenario For India Cricket team
Do-or-die scenario For India Cricket team PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Monday, 28 September 2009 09:21

ભારત માટે ‘ડુ ઓર ડાઈ’ મેચ

ચેમ્પિયન્સ ટ્રોફી : ભારતને ઓસ્ટ્રેલિયા સામેની આજની મેચમાં વિજય સિવાય કશું ના ખપે

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ ગુમાવ્યા બાદ દબાણ હેઠળ આવેલી ભારતીય ટીમ માટે સોમવારે અહીં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે રમાનારો મુકાબલો કરો યા મરો સમાન બની ગયો છે.

india cricket

પાકિસ્તાન સામે ૫૪ રનથી પરાજિત થયા બાદ ભારતે હવે કોઇ પણ ભોગે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો જ પડશે નહીં તો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશવાના નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે. આ મેચનું સ્ટાર ક્રિકેટ પર સાંજે ૬:૦૦ કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ધોની અને તેના સાથીઓનો એક એવી શકિતશાળી ટીમ સામે મુકાબલો થઇ રહ્યો જે તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીને ૬-૧થી જીતીને આવી છે અને તેના મોટા ભાગના ખેલાડીઓ ફોર્મમાં છે. જોકે ઓસ્ટ્રેલિયાને બીજી હરોળની ટીમ માનવામાં આવતી વેસ્ટ ઇન્ડીઝ સામે વિજય મેળવવા માટે સંઘર્ષ કરવો પડયો હતો.

ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ મેનેજમેન્ટ બે નિષ્ણાત સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે. પ્રથમ મેચમાં ખર્ચાળ સાબિત થયેલા હરભજનને અંતિમ ઇલેવનમાં જાળવી રાખવામાં આવે તેમ છે જયારે લેગ સ્પિનર અમિત મિશ્રાને ઓસ્ટ્રેલિયન ટીમ સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં તક આપવામાં આવી શકે છે.

વિરાટ કોહલી અને આરપી સિંઘને પડતા મૂકવામાં આવે તેવી સંકેત મળ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સુકાની પોન્ટિંગ ફોર્મમાં છે અને તેને પોતાની ટીમના ફોર્મ કે ફિટનેસની કોઇ ચિંતા નથી. સ્પિનર હોરિટ્ઝ તથા વ્હાઇટ પણ ભારતીય બેટ્સમેનોને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરશે.

 

Courtesy : Divyabhaskar.co.in

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat