Register Now | Forgot Username? | Forgot Password?
Home News Sports Basketball team of Bhavnagar attack on Ahmedabad team
Basketball team of Bhavnagar attack on Ahmedabad team PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Tuesday, 22 September 2009 04:16

બાસ્કેટબોલ મેચમાં ભાવનગરની ટીમનો અમદાવાદની ટીમ પર હુમલો

અમદાવાદ ડિસ્ટ્રિક્ટની ટીમનાં ત્રણ ખેલાડીને હોસ્પિટલમાં સારવાર આપવી પડી

રાજય સરકાર દ્વારા ભાવનગરમાં યોજાયેલી અન્ડર ફોર્ટીન બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદની ટીમનું પલ્લું ભારે જોઈ દબાણમાં આવી ગયેલા ભાવનગરની ટીમના ખેલાડીઓએ હરીફ ટીમના ખેલાડીઓ પર હુમલો કરી ત્રણ બાળકોને ઘાયલ કરી દીધા હતા. જેના કારણે ત્રણેય બાળકોને તબીબી સારવાર આપવાની ફરજ પડી છે.

રાજય સરકાર દ્વારા ૧૯થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ભાવનગર ખાતે અન્ડર ફોર્ટીન બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયનાં તમામ ૨૬ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો. દરમિયાન અમદાવાદ ડિસ્ટ્રિક્ટની ટીમે શનિવારે સવારે તાપી સાથે બાસ્કેટબોલની મેચ રમી જીત મેળવી હતી. જયારે બીજી ભાવનગર ડિસ્ટ્રિક્ટ સામેની મેચ તે જ દિવસે ૧૧ વાગ્યાની આસપાસ શરૂ થઇ હતી. ૪૫ મિનિટની મેચમાં પ્રથમ ૩૭ મિનિટમાં અમદાવાદની ટીમે ૧૪ ગોલ કર્યા હતા, જયારે ભાવનગરની ટીમ માત્ર ૭ ગોલ જ કરી શકી હતી.

સમગ્ર મેચ દરમિયાન અમદાવાદની ટીમ વિજેતા બનવા તરફ મક્કમ રીતે આગળ વધતી જોઈ મેચ રમાડી રહેલા અધિકારીઓ દ્વારા બાદમાં ટેકિનકલ ફાઉલનાં નામે ૪૫ મિનિટની મેચને ૭૦ મિનિટ સુધી રમાડી તેમાં છેતરપિંડી કરી ભાવનગરની ટીમને જીતનો મોકો આપ્યો હોવાનું અમદાવાદ ટીમના ખેલાડી રાજસિંગ તથા લય દેસાઇએ જણાવ્યું હતું. આટલેથી પૂરું ન થતા મેચ દરમિયાન ભાવનગર ટીમનાં ખેલાડીઓએ રમતનાં નિયમો નેવે મૂકી અમદાવાદના કેટલાક ખેલાડીઓ ઉપર હુમલો કર્યો હતો.

જેમાં દેવહર્ષ શાહ, શુભમ્ ગાંધી અને સંજય પટેલ નામના ત્રણ કિશોરવયનાં ખેલાડીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. જે પૈકી શુભમ ગાંધીનું ઓપરેશન પણ કરાવવામાં આવ્યું હતું. બીજી તરફ મેચ જીત્યા બાદ રમતની ખેલદિલીને બાજુ પર મૂકી ભાવનગરની ટીમે અમદાવાદની ટીમને બીભત્સ ગાળો ભાંડી હતી, જેમાં અમદાવાદની ટીમને તાત્કાલિક બસ દ્વારા નાસ જવાની ફરજ પડી હતી.

શું કહે છે ભાવનગર જિલ્લા રમત-ગમત અધિકારી?

ભાવનગર રમતગમત અધિકારી સીમાબહેન ગાંધીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મારઝૂ઼ડની કોઈ ઘટના બની નથી. અમદાવાદની ટીમના બાળકોએ મેચ હારી જતાં ફરી રમાડવાની રજૂઆત કરી હતી. જોકે તે નિયમ વિરુદ્ધ હોવાથી મેચ રમાડાઈ નહોતી.

 

Courtesy : Divyabhaskar.co.in

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
Last Updated on Tuesday, 22 September 2009 05:29
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat