Register Now | Forgot Username? | Forgot Password?
Home News Sports Dhoni gained World No. 1 tag
Dhoni gained World No. 1 tag PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Monday, 14 September 2009 04:51

ધોની વર્લ્ડ રેન્કિંગમાં ‘કેપ્ટન નં.૧’ બનશે

‘ટીમ ઇન્ડિયા’એ વન-ડેમાં વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે જ્યારે જયોતિષશાસ્ત્ર અનુસાર એવી આગાહી કરવામાં આવે છે કે ભવિષ્યમાં પણ ‘ટીમ ઇન્ડિયા’ની જીતનો દોર ચાલુ રહેશે. આવતા એક વર્ષ દરમિયાન પણ ‘ટીમ ઇન્ડિયા’ આ જ પ્રમાણે અનેક સિરીઝ અને મહત્ત્વની મેચમાં જીત હાંસલ કરી ભારતને ક્રિકેટ-જગતમાં ખૂબ પ્રસિદ્ધિ અપાવશે. 

Dhoni

કેપ્ટન તરીકે ધોની ક્રિકેટ-જગતમાં ‘કેપ્ટન નં.૧’ બનશે. ઉલ્લેખનીય છે કે તા. ૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ ‘દિવ્ય ભાસ્કર’ના પ્રથમ પૃષ્ઠ પર આગાહી કરવામાં આવી હતી કે ‘ધોની ‘ટીમ ઇન્ડિયા’ને વર્લ્ડ રેન્કિંગમાં ‘નંબર-વન’નું સ્થાન અપાવશે’-જે સચોટ પુરવાર થઇ છે.

આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને વધુ માહિતી આપતાં જ્યોતિષાચાર્ય ચેતન પટેલે જણાવ્યું કે ‘મહેન્દ્રસિંહ ધોનીની કુંડળીનો અભ્યાસ કરતાં અને તેમની જન્મકુંડળીનું લગ્ન કન્યા છે, તેમની જન્મરાશિ સિંહ છે, જે અનુસાર વર્તમાન ગ્રહોમાં આવેલાં પરિવર્તનને કારણે તેમની જન્મકુંડળીમાં લગ્નભાવમાં ગોચરમાં કન્યાનો શનિ પ્રવેશે છે જે આગામી અઢી વર્ષ સુધી રહેવાનો છે.

આ અનુસાર તેમની સિંહ રાશિને પનોતીનો લાભદાયી છેલ્લો તબક્કો શરૂ થયો છે જે તેમને યશ-માન-કીર્તિ અને પ્રતિષ્ઠા અપાવનારો બની રહેશે, જેનો સીધો લાભ ‘ટીમ ઇન્ડિયા’ને મળી રહેશે, ઉપરાંત લગ્નમાં શનિના આવવાથી ગુરુ-શનિ-મંગળ સાથે કેન્દ્રત્રિકોણ યોગ થવાથી આ યોગબળે આવતાં અઢી વર્ષ દરમિયાન જ સમગ્ર વિશ્વની તમામ ક્રિકેટ ટીમોમાં સૌથી સફળ, પ્રબળ કેપ્ટન તરીકે પુરવાર થશે.

જો કેપ્ટનને ટોપ રેન્કિંગ આપવામાં આવે તો સર્વ પ્રથમ નામ મહેન્દ્રસિંહ ધોનીને મળશે. ઉપરાંત ગોચરનો શનિ ધોની-તેંડુલકર-સહેવાગની ત્રિપુટીને લાભદાયી હોવાથી તેઓ ભારતને ક્રિકેટ-જગતમાં પ્રસિદ્ધિ અપાવશે. તેમણે કહ્યું કે ‘કેન્દ્રત્રિકોણ યોગ’ તેમની ઇરછાનુસાર જે બંગલો બની રહ્યો છે તેનું કાર્ય જલદીથી પૂર્ણ થશે અને લગ્નયોગ પણ પ્રબળ બની રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં ‘ટીમ ઇન્ડિયા’ અનેક નવા રેકોર્ડ અને આયામો હાંસલ કરશે.

સહેવાગ પણ ક્રિકેટ જગતમાં ઝળહળશે

‘ટીમ ઇન્ડિયા’ના ઉપકપ્તાન સહેવાગ અંગે પણ અનેક અટકળો ચાલે છે ત્યારે ગ્રહોની સ્થિતિ અને તેમની જન્મકુંડળી અનુસાર તેમની વૃષભ રાશિ છે જે તા. ૯-૯-૦૯થી પનોતીમાંથી મુક્ત થયેલ છે, જેને કારણે તેઓ પણ ક્રિકેટ-જગતમાં ઝળહળી ઊઠશે. આ ધોની, તેંડુલકર અને સહેવાગની ત્રિપુટી ‘ટીમ ઇન્ડિયા’ને મોખરાનાં સ્થાને લઇ જઇ ટકાવી રાખવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે.

માસ્ટર-બ્લાસ્ટર નવા વિક્રમો સ્થાપશે

સચિન તેંડુલકરની જન્મકુંડળીનો અભ્યાસ કરતાં જણાય છે કે તેનું પણ કન્યાલગ્ન છે, તેમાં શનિ મહારાજ પ્રવેશતાં ધોનીની કુંડળીની જેમ ત્રિકોણભાવમાં રહેલા ગુરુ-મંગળ અને શનિ સાથે આ ગોચરનો શનિ ‘ત્રિકોણયોગ’ રચે છે જે દર્શાવે છે કે ‘માસ્ટર-બ્લાસ્ટર’ હજુ પણ અઢી વર્ષ સુધી લાંબી બ્લાસ્ટર ઇનિંગ્સ રમીને નવા વિક્રમો સ્થાપી ‘ટીમ ઇન્ડિયા’ને ખૂબ જ મદદરૂપ પુરવાર થશે.

 

Courtesy : Divyabhaskar.co.in

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat