સ્વાઇન ફ્લૂ: ત્રણ દિવસમાં મેડિકલ સ્ટોર્સ પર ટેમીફ્લૂ મળતી થશેનિરીક્ષણ માટે આરોગ્ય વિભાગના તબીબોની ટીમ સુરત જશે, સુરતમાં ૧૧નાં મોત અને ૫૩થી વધુ પોઝિટિવ કેસ સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર વ્યક્તિનાં મોત સાથે સ્વાઇન ફ્લૂથી મત્યુઆંક ૧૧અને ૫૩થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને પગલે સુરતમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ, દર્દીને અપાતી સારવાર વગેરેનું નિરીક્ષણ કરવા માટે આરોગ્ય વિભાગે ચાર સિનિયર ડોક્ટરોની એક ટીમ મોકલવાની તજવીજ હાથ ધરી છે. રાજયનાં વિવિધ શહેરોમાં શેડયુલ- એચમાં તમામ મેડિકલ સ્ટોર્સ પરથી ટેમીફ્લૂ મળતી થઈ જશે. પરંતુ આ દવા મેળવવા માટે ખાનગી કે સરકારી ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન આવશ્યક છે. ડોકટરનાં પ્રિસ્ક્રિપ્શન વગર દવા મળશે નહીં. જો ટેમીફ્લૂની શું કિંમત હશે તેની મને જાણ નથી. પરંતુ, તે મોંઘી હોઇ શકે છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રવિ સકસેનાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ચાર ડોકટરોની ટીમ રવાના કરવામાં આવશે. આ ટીમમાં રાજયના સ્વાઇન ફ્લૂનાં નોડલ ઓફિસર ડો. સુધીર ગાંધીના નેજા હેઠળ પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસીન વિભાગનાં પ્રોફેસર કક્ષાના ત્રણ ડોકટરો હશે. જેમાં સુરતના એક સિનિયર ડોકટરનો પણ સમાવેશ થાય છે. સુરતમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂનાં કેસોની સંખ્યા અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં થોડા સમય અગાઉ સ્વાઇન ફ્લૂનાં કેસ નહિવત થયા હતા. પરંતુ સુરતમાં કેસનો વધારો ચિંતાજનક છે. શંકાસ્પદ લક્ષણો જણાય તો હોસ્પિટલમાં જવા અપીલ આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે રાજયમાં સ્વાઇન ફ્લૂથી જે ૨૬ લોકોનાં મોત થયાં છે. તેમાં મોટાભાગના કિસ્સામાં દર્દીને સ્થાનિક ડોકટર, એકથી બે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા, અને તેમના શરીરનાં એક કરતાં વધુ અંગો ડેમેજ થતાં તેમને બચાવવા મુશ્કેલ હતા. આ સાથે તેમણે લોકોને અપીલ કરી છે કે સ્વાઇન ફ્લૂનાં શંકાસ્પદ લક્ષણો દેખાય તો ખાનગી હોસ્પિટલોમાં જઇ સમય બગાડવાને બદલે સીધા સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ. ચાર ડોકટરોની ટીમ શેની તપાસ કરશે આરોગ્ય વિભાગની ટીમ એ મુદ્દા પર તપાસ કરશે કે સુરતમાં સ્વાઇન ફ્લૂનાં પોઝિટિવ કેસ અને મોતમાં વધારો કયાં કારણોસર થયો છે. કોર્પોરેશન દ્વારા સ્વાઇન ફ્લૂ માટે શું પગલાં લેવાયાં છે. સરકારી ડોકટરો ઉપરાંત ખાનગી ડોકટરો શું કામગીરી કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા દર્દીને ટેમીફ્લૂ અપાય છે તો કયા તબક્કે અપાય છે. રાજયમાં પોઝિટિવ કેસનો આંકડો ૧૮૦ સુરત અને અમદાવાદમાં સુરતની સિવિલ હોસ્પિટલ અને અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં બે પોઝિટીવ કેસ સાથે રાજયમાં સ્વાઇન ફલુનાં પોઝિટીવ કેસનો આંકડો ૧૮૦ થયો છે. જયારે વડોદારની સયાજી હોસ્પિટલમાં સોમવારે વધુ છ શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જેમને હોમ કવોરન્ટાઇનમાં રખાયા છે. અગાઉનાં પાંચ અને આજનાં છ દર્દી મળીને કુલ ૧૧ જેટલાં દર્દીને હોમ કવોરન્ટાઇનમાં રખાયા છે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે. Courtesy : Divyabhaskar.co.in
Trackback(0)
 |