Register Now | Forgot Username? | Forgot Password?
Home News Entertainment Katrina and Priyanka work for the same film
Katrina and Priyanka work for the same film PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Tuesday, 15 September 2009 05:23

કેટરિના-પ્રિયંકા એક જ ફિલ્મમાં કામ કરશે

હોલિવૂડની ફિલ્મ બ્રેડ વોર્સની રિમેક પરથી બનનારી ફિલ્મમાં કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા એક સાથે ભૂમિકા નિભાવશે. સૃષ્ટિ આર્ય આ ફિલ્મનું નિર્માણ કરનારા છે. મૂળ હોલિવૂડની ફિલ્મમાં કેટ હડસન એને હેથવેએ ભૂમિકા ભજવી છે. ફિલ્મની પટકથામાં બન્નેને ખાસ મિત્ર દર્શાવી હતી જે એક દિવસે અને એક જ સ્થળે લગ્ન કરવા માગતી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મની રિમેક બનાવવાના રાઇટ્સ સષ્ટિએ મેળવ્યા છે અને પ્રારંભિક સંપર્કમાં આ પ્રોજેકટમાં કામ કરવા માટે કેટરિના અને પ્રિયંકાએ રસ દાખવ્યો છે. જોકે ફિલ્મના બાકીનાં પાત્રો હજુ સુધી નક્કી કરાયાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કેટરિના અને પ્રિયંકા એ અગાઉ કયારેય કોઇ ફિલ્મમાં એકસાથે કામ કર્યું નથી.

Priyanka_Kaif

બંને અભિનેત્રી પોતાની વેબસાઈટ શરૂ કરશે

મુંબઈ : પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફે હવે પોતાના ચાહકો સાથે સીધો સંવાદ સાધવાનું ઠરાવ્યું છે. આ અંર્તગત આ બંને સુંદરીઓ પોતાની સત્તાવાર વેબસાઈટ શરૂ કરવાની છે. બંનેએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ માટેનું ડોમેઈન નેમ મેળવી લીધું છે. પ્રિયંકાની વેબસાઈટનું નામ છે આયએમપ્રિયંકાડોટકોમ.

તો કેટે કેટરિનાકૈફઓફિશિયલડોટકોમ એવા નામ પર પસંદગી ઢોળી છે. કેટની વેબસાઈટ ચાલુ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે, તો પ્રિયંકાની વેબસાઈટનું કામ ચાલે છે અને ટૂંક સમયમાં એના દ્વારા પ્રિયંકા પોતાના ચાહકો સાથે સંવાદ સાધશે.

આગામી દિવસોમાં પ્રિયંકા અને કેટરિનાનું નામ પણ મલ્લિકા શેરાવત, શિલ્પા શેટ્ટી, બિપાશા બાસુ અને કંગના રાણાવત જેવી નેટસેવી અભિનેત્રીઓની યાદીમાં ઉમેરાઈ જશે. ઉપરોકત અભિનેત્રીઓની તરજ પર આ બંને સુંદરીઓ પણ પોતાની સત્તાવાર વેબસાઈટ શરૂ કરી રહી છે.


પ્રિયંકા ટિ્વટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર પોતાની પ્રોફાઈલ ધરાવે છે તથા અહીં એના ચાહકોની સંખ્યા પચાસ હજારને પાર કરી ગઈ છે. આ પ્રતિસાદથી પોરસાઈને પ્રિયંકા પોતાની વેબસાઈટ શરૂ કરવાની છે. આ નિર્માણાધીન વેબસાઈટની મુલાકાત લો તો એક સંદેશો જોવા મળે છે, જેમાં લખ્યું છે હાય!

મારી સત્તાવાર વેબસાઈટ પર તમારું સ્વાગત છે. હું અને મારી ટીમ આ સાઈટને પાટે ચડાવવાનું કામ કરી રહ્યા છીએ. દરમિયાન, તમે ફેસબુક અને ટિ્વટર દ્વારા મારા સંપર્કમાં રહી શકો છો. કેટરિના કૈફની વેબસાઈટની ડિઝાઈન તૈયાર છે. બ્રિટનના બે પ્રોફેશનલ વેબ ડિઝાઈનરોએ એની ડિઝાઈન બનાવી છે.

 

Courtesy : Divyabhaskar.co.in



કેટની વેબસાઈટ પર એના ફોટા ઉપલબ્ધ હશે પણ એની ડાયરી નહીં હોય. કેટ કહે છે કે હું ક્યાં છું. એ દર વખતે સૌને જણાવવું મને યોગ્ય નથી લાગતું. પણ આ વેબસાઈટ પર આવ્યા બાદ લોકોને મને પ્રત્યક્ષ મળ્યાનો અનુભવ થશે.

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat