Register Now | Forgot Username? | Forgot Password?
Home News Entertainment Navratri in Shri Lanka
Navratri in Shri Lanka PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Saturday, 12 September 2009 04:55

શ્રીલંકામાં નવરાત્રિ ધામધૂમથી ઊજવાય છે!

ચારેતરફ સમુદ્રથી ઢંકાયેલા રમણીય દેશ શ્રીલંકાના આર્થિક વિકાસમાં ટુરિઝમ સેકટરનો ફાળો ખૂબ મહત્વનો છે. દુનિયાભરના પયટર્કો શ્રીલંકાના નૈસર્ગિક સૌન્દર્યને માણવા ત્યાં જાય છે.શ્રીલંકા ટુરિઝમના ડાયરેકટર જનરલ એસ. કલાઇસેલ્વમે ધાર્મિક ગ્રંથ રામાયણને મહાકાવ્ય નહીં પરંતુ એક જીવંત ઇતિહાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ભગવાન રામ અને તેમની સાથે સંકળાયેલા ૫૦ સ્થળો શ્રીલંકામાં હેરિટેજ તરીકે વિકસાવવામાં આવ્યા છે. દુનિયાભરમાં આવી અલભ્ય હેરિટેજ સાઇટ કયાંય નથી. એટલું જ નહીં શ્રીલંકામાં નવરાત્રિ અને વિજયાદશમી પણ ઊજવાય છે.

શ્રીલંકાની આ તમામ અજાયબીઓ ભારતીય પયટર્કોને આકર્ષે છે.’ શ્રીલંકા ટુરિઝમના પ્રમોશન બ્યુરોના આસિ. ડાયરેકટર ઇન્દ્રજિથ ડિસિલ્વાઐ કહ્યું હતું કે,‘ગયા વર્ષે ૮૮,૬૨૮ ભારતીય પયટર્કો શ્રીલંકા આવ્યા હતા, જે પયટર્કોના લિસ્ટમાં સૌથી મોખરે જણાય છે.

ફિલ્મોના શૂટિંગના લોકેશન માટે પણ ભારતીય શ્રીલંકા પસંદ કરે છે.’ શ્રીલંકન એરલાઇન્સના સેલ્સ રિપ્રેન્ઝટેટિવ દક્ષેશ જોષીએ કહ્યું હતું કે,‘ભારતીય પ્રવાસીઓને શ્રીલંકા જેવા હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટેના સારામાં સારા પેકેજ ઐરલાઇન્સ આપી રહી છે. જેમાં દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોમાં ૩૫૦૦૦માં કપલ પેકેજ આપવામાં આવ્યા છે.’

 

Courtesy : Divyabhaskar.co.in

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat