|
Reshuffling of 395 seat, in medical, paramedical |
|
|
|
|
Written by Hiral Vyas
|
|
Monday, 28 September 2009 07:05 |
મેડિકલ, પેરામેડિકલની ૩૯૫ બેઠકોનું આજથી રિશફલિંગધોરણ ૧૨ સાયન્સ પછીની મેડિકલ-ડેન્ટલ સહિતની પેરામેડિકલ શાખાની ખાલી ૩૯૫ બેઠકોની રિશફલિંગ પ્રક્રિયા ૨૮ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રવેશપ્રક્રિયા અંતર્ગત ૩૦મી સપ્ટેમ્બર સુધી મેડિકલ-ડેન્ટલ સહિતની પેરામેડિકલ શાખાની બેઠકોને આવરી લેવાશે. મેરિટમાં સ્થાન ધરાવનારા ગુજરાત બોર્ડ, આઇસીએસસી, સીબીએસઈ બોર્ડના વિધાર્થીઓને રિશફલિંગ પ્રક્રિયા માટે બોલાવાયા છે.
સોમવારથી બુધવાર દરમિયાન સવારે નવથી પાંચ દરમિયાન હાથ ધરાનારી પ્રવેશપ્રક્રિયા અંતર્ગત કુલ ૩૯૫ બેઠકોમાંથી મેડિકલની ૩૩, ડેન્ટલની ૫૫, આયુર્વેદિક શાખાની ૫૩, હોમિયોપથીની ૮૭, ફિઝિયોથેરાપીની ૧૩૭ બેઠકો પર પ્રવેશ અપાશે. જે અંતર્ગત ગુજરાત બોર્ડની ૩૮૫ બેઠકો, આઇસીએસઈ બોર્ડની ૧, સીબીએસઈ બોર્ડની ૯ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિધાર્થીઓની કરિયર પસંદગીને લઈને માપદંડો બદલાઈ રહ્યા છે. વિધાથીર્ઓ જુદી જુદી વિધાશાખાને પસંદગીની કરિયર બનાવે છે, છતાં મેડિકલ-ડેન્ટલ સહિતની વિવિધ પેરામેડિકલ શાખાઓ પ્રત્યેનો વિધાર્થીઓનો ક્રેઝ અકબંધ રહ્યો છે. જેના કારણે ઓછી ટકાવારી મેળવનાર ઘણા બધા વિધાર્થીઓ-વાલીઓ માતબર ડોનેશન-ફી ચૂકવીને રાજયની અને રાજય બહારની કોલેજોમાં મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવે છે. મેડિકલ પ્રવેશસમિતિનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મેડિકલ-ડેન્ટલ સહિતની પેરામેડિકલ શાખાની બેઠકો પરની આ અંતિમ રિશફલિંગ પ્રક્રિયા મનાય છે. Courtesy : Divyabhaskar.co.in
Trackback(0)
 |