Register Now | Forgot Username? | Forgot Password?
Home News Education Gujarat's 100 students in Singapore
Gujarat's 100 students in Singapore PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Friday, 25 September 2009 07:04

સિંગાપોરમાં ભૂખે મરતા ગુજરાતના ૧૦૦ વિધાર્થી

- અમદાવાદ, વડોદરા, નડિયાદ, મહેસાણા અને સુરતના વિધાર્થીઓની દયનીય સ્થિતિ- ત્યાં ગયેલા યુવકો ત્રણ દિવસે એક વાર ભોજન લે છે

વિદેશમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાની ધેલછા વ્યકિતને કેવા નકાર્ગારમાં ધકેલી દે છે તેનું તાદ્દશ ઉદાહરણ ગુજરાતના એ ૧૦૦ વિધાર્થીઓ છે જેઓ છેલ્લા બે મહિનાથી સિંગાપોરમાં ભૂખે મરી રહ્યા છે.


અમદાવાદ, વડોદરા, નડિયાદ, મહેસાણા અને સુરતના આ વિધાર્થીઓ પાસેથી એક લેભાગુ એજન્ટે અઢી-અઢી લાખ ખંખેરી સિંગાપોરમાં ભણવાની સાથેસાથે વર્ક પરમિટ પણ અપાવવાની ખાતરી આપી હતી, પરંતુ સિંગાપોર પહોંરયા બાદ આ વિધાર્થીઓને ખબર પડી હતી કે સિંગાપોરમાં નોકરીની સાથે ભણવાનો નિયમ જ નથી.

બીજી બાજુ ફૂડ એન્ડ બેવરેજીસ કોર્સ ભણાવતી જે કોલેજ ૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી તે કોલેજ પણ હજી શરૂ થઈ ન હોવાથી વિધાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે. સિંગાપોરથી ટેલિફોન દ્વારા એક વિધાર્થી ચિંતન પટેલ (નામ બદલ્યું છે)એ ‘દિવ્ય ભાસ્કર’ને વ્યથા કહેતાં જણાવ્યું હતું કે, હવે તો ઉપવાસ કરવાના દિવસો આવી ગયા છે.

રોજ બે ટંક જમી શકે એટલા પૈસા ન હોવાથી સારા ઘરના આ યુવકો ત્રણ દિવસમાં એક વાર જમે છે. એટલું જ નહીં પરિવારજનોને આઘાત ન લાગે તે માટે આ વિધાર્થીઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. ચિંતને કહ્યું હતું કે, સિંગાપોરમાં આવા ગુજરાતી વિધાર્થીઓની સંખ્યા બહુ વધારે છે કે જેઓ એક યા બીજા કારણસર લેભાગુ એજન્ટોનો ભોગ બન્યા હોય.

વધુમાં એજન્ટે તેમને કહ્યું હતું કે સિંગાપોરની એક કોલેજમાં ફૂડ એન્ડ બેવરેજીસ નામનો કોર્સ ચાલે છે. આ કોર્સમાં છ મહિના સુધી અભ્યાસ કર્યા બાદ આપોઆપ નોકરી લાગી જાય છે, જેના કારણે ભારતીય ચલણમાં માસકિ રૂ. ૬૦થી ૭૦ હજાર પગાર મળે છે.

૪૯૦૦ ડોલર ફીના ૫૯૦૦ ડોલર વસૂલ કર્યા

ચિંતને જણાવ્યું હતું કે, કોલેજની ફીની રકમ ૪૯૦૦ ડોલર થાય છે. તેની જગ્યાએ એજન્ટે તેમની પાસેથી ૫૯૦૦ ડોલર વસૂલ કર્યા હતા. આ વાતની જાણ તેમને સિંગાપોર પહોંરયા બાદ થઈ હતી.

એજન્ટે કરાર લખાવી કાંડાં કાપી લીધાં

ગુજરાતના આ ૧૦૦થી વધુ વિધાર્થીઓ વિદેશમાં કારકિર્દી બનાવવા એટલી હદે રઘવાયા બન્યા હતા કે સિંગાપોર રવાના થતા પહેલાં એજન્ટે તેમને જે કહ્યું તે તેમણે માની લીધું હતું. સિંગાપોર ગયા બાદ તેમને ખબર પડી હતી કે પોતે માત્ર એડ્મિશન માટે જવાબદાર છે તેવા કરાર પર એજન્ટે તેમની પાસેથી સહી કરાવી લીધી છે. જેથી આ નર્કમાંથી બહાર શું કરવું તે તેમને ખબર પડતી નથી.

 

 

Courtesy : Divyabhaskar.co.in

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat