Register Now | Forgot Username? | Forgot Password?
Home News Education Preparation to make same course in Gujarat Board and CBSE Exam
Preparation to make same course in Gujarat Board and CBSE Exam PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Thursday, 24 September 2009 04:20

ધો.૯ થી ૧૨માં સીબીએસઇ અને ગુજરાત બોર્ડના કોર્સ સમાન કરવા તૈયારી

તજજ્ઞ શિક્ષકોએ હાથ ધરેલી કવાયત-ગણિત, ફિઝિકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પુસ્તકમાં ફેરફાર શોધી રિપોર્ટ તૈયાર કરાશે

આગામી શૈક્ષણિક સત્રથી સીબીએસઇ સ્કૂલના અને ગુજરાત બોર્ડના સિલેબસમાં કદાચ કોઇ જ ફેરફાર જોવા નહીં મળે. ગુજરાત બોર્ડના સાયન્સ સ્ટ્રીમમાં ધોરણ ૯થી ૧૨ના અભ્યાસક્રમને સીબીએસઇ સમકક્ષ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

જેના ભાગરૂપે ગુજરાત બોર્ડસંલગ્ન શાળાઓના તજજ્ઞ શિક્ષકના ગ્રૂપ દ્વારા બંને બોર્ડના સિલેબસમાં રહેલા ફેરફારો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં મેથ્સ, ફિઝિકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયના પુસ્તકોમાં રહેલા નાનામાં નાના ફેરફારને શોધી રિપોર્ટ તૈયાર કરવાનો છે. આ કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેથ્સને લગતા ફેરફારો શોધવાનું કાર્ય પૂર્ણ થઇ ચૂકયું છે અને તેનો રિપોર્ટ બોર્ડને પણ સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટ છેલ્લે કેન્દ્ર સરકારના માનવસંસાધન અને વિકાસ વિભાગને સોંપવામાં આવશે. જયારે અન્ય વિષયને લગતા ફેરફારો શોધવાની કાર્યવાહી હજુ ચાલી રહી છે. કેન્દ્રના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા દેશના તમામ બોર્ડનો સિલેબસ સીબીએસઇ સાથે ઇકવલ થાય તે માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

એચઆરડી દ્વારા તે માટે એક કમિટીની રચના કરાઇ છે જે જુદાં જુદાં રાજયોના બોર્ડ અને સીબીએસઇ બોર્ડના સિલેબસમાં રહેલા ફેરફારનો અભ્યાસ કરશે. તે પછી તેને કેવી રીતે અમલ કરવો તેનો નિર્ણય લેવાશે.

ગણિતનો સિલેબસ લગભગ સમાન

સીબીએસઇ અને ગુજરાત બોર્ડના અભ્યાસક્રમને સરખો કરવાના આશયથી શરૂ કરાયેલી કાર્યવાહી દરમિયાન ગણિત વિષયને લગતો ફેરફારનો રિપોર્ટ તૈયાર કરાઇ બોર્ડને સુપરત કરી દેવામાં આવ્યો છે. જેમાં મોટા કહી શકાય તેવા કોઇ જ ફેરફાર મળ્યા નથી. સીબીએસઇ અને ગુજરાત બોર્ડનો ગણિતનો સિલેબસ લગભગ સરખો જ છે.

સીબીએસઇ બોર્ડ અને ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં શું ફેરફાર છે અને આપણે કયા જુદા પડીએ છીએ તેનો સ્ટડી કરાવવામાં આવી રહ્યો છે, હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી કે તેનો અમલ કરવો કે કેમ? હાલ પૂરતો તો માત્ર સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.- હસમુખ અઢિયા (અગ્ર સચિવ, શિક્ષણવિભાગ)

 

Courtesy : Divyabhaskar.co.in

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
Last Updated on Thursday, 24 September 2009 05:02
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat