Register Now | Forgot Username? | Forgot Password?
Home News Business Heavy booking of CAR before festival
Heavy booking of CAR before festival PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Thursday, 24 September 2009 04:28

તહેવારો પહેલાં કારનાં બુકિંગ માટે પડાપડી

મંદીનો સૂરજ આથમી રહ્યો છે. ગુજરાતમાંથી તેની શરૂઆત થઇ રહી છે. એટલે જ તો દશેરા અને દિવાળી જેવા તહેવારો ટાણે કારની ખરીદીમાં તેજીનો તોખારો આવવાનું માર્કેટના માંધાતાઓ જણાવી રહ્યા છે. તહેવારો પહેલાં જ કારના બુકિંગ ઉપરાંત તેની ઈન્કવાયરી પણ જબરજસ્ત વધી ગઇ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજયમાં દિવાળી સુધીમાં અંદાજે ૩થી ૧૦ લાખના સેગ્મેન્ટમાં ૨૦૦૦થી વધુ કારનું વેચાણ થઇ શકે છે. જયારે પ્રીમિયમ કારનો આંકડો ૧૦૦૦ સુધી પહોંચવાની શકયતા છે. દશેરા પર ગાડીઓની સૌથી વધુ ખરીદી થતી હોવાથી, સ્મોલ સેગ્મેન્ટમાં ૩૯૦ કારનું અને ૧૩૨ પ્રીમિયમ કારનું બુકિંગ તેજીના સંકેતો આપે છે.

કોન્સેપ્ટ મોર્ટસના પ્રીમિયમ સેગ્મેન્ટના મેનેજર ગૌરાંગ ઓઝાનું કહેવું છે કે ‘તહેવારોની સઝિનમાં હ્યુન્ડાઇની અંદાજે ૩૦૦૦ કરતાં વધુ કાર વેચાવાની ધારણા છે. દશેરાએ રાજયના વિવિધ હ્યુન્ડાઇ ડીલર્સ ૭૦૦-૮૦૦ કારોની ડિલિવરી કરશે. મનન ઓટો લિંકના જનરલ મેનેજર બી સંદીપ કુમારનું કહેવું છે કે ‘મારુતિ કારની ડિમાન્ડ એટલી બધી છે કે હાલમાં વેગન આર સ્ટોકમાં નથી. દશેરા સુધીમાં ૧૦૦થી વધુ કાર વેચાવાનો અંદાજ છે.

કાર્ગોમોર્ટસના રવિ સુરીનું કહેવું છે કે ‘ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.’ લેન્ડમાર્ક હોન્ડાના જી એમ ઉર્વિશ શાહનું કહેવું છે કે ‘દશેરાના તહેવારે ડિલિવરી લેવા માટે ગુજરાતભરમાં હોન્ડાની કાર માટે ૧૫૦ જેટલું બુકિંગ થયું છે. આ વખતે ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ હોન્ડા ‘જેઝ’ની છે જેની કિંમત રૂ. ૭.૨૨ લાખથી રૂ. ૮ લાખ(ઓન રોડ) છે. તે સિવાય હોન્ડાની સિટીની ડિમાન્ડ પણ વધુ છે.

તહેવારોમાં હોન્ડાની ૫૦૦ કારનું વેચાણ થવાની ધારણા છે.’ ઉપરાંત સ્મોલ પેસેન્જર શેવરોલે સ્પાર્કની ડિમાન્ડ વધુ છે. જનરલ મોર્ટસના જી એમ નીરજ ખાંબેટેનું કહેવું છે કે ‘જનરલ મોર્ટસ દશેરાના દિવસે ગુજરાતભરમાં ૫૦૦ કારનું વેચાણ કરશે.

 

Courtesy : Divyabhaskar.co.in

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat