Register Now | Forgot Username? | Forgot Password?
Home News Business Resident doctor's stipend raise up-to 50 to 60%
Resident doctor's stipend raise up-to 50 to 60% PDF Print E-mail
Hiral Vyas
Written by Hiral Vyas   
Tuesday, 22 September 2009 05:33

રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ૫૦ થી ૬૦ ટકાનો વધારો 

ગુજરાતમાં ફરજ બજાવતાં રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ૫૦ થી ૬૦ ટકા વધારો કરવામાં આવ્યો છે. સ્ટાઇપેન્ડના મુદ્દે થોડો સમય પહલા રાજયભરનાં તબીબોએ હડતાલ પાડી હતી. સરકારે હડતાલીયા તબીબો પર એસ્મા પણ લગાવ્યો હતો. ત્યારબાદ એક સમિતિ નિમાઇ હતી. જેનો અહેવાલ આવી ગયા બાદ સરકારેે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

 

રેસિડેન્ટ ડોક્ટરો સાથે થયેલી ખાનગી સમજૂતી પ્રમાણે સરકારે નીમેલી સમિતિએ આપેલો રિપોર્ટ

જૂનિયર ડૉક્ટર્સ દ્વારા સ્ટાઈપન્ડમાં વધારો કરી ૧૮થી ૨૦ હજાર આપવા માંગણી સાથે હડતાલ પાડી હતી. આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે આ માંગણી કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી એમ જણાવી વાટાઘાટોથી પણ દૂર રહ્યા હતા. પરંતુ અચાનક મેડીકલ કાઉન્સીલના પ્રમુખ કેતન દેસાઈ વાટાઘાટો યોજી ખાનગીમાં ૨૦ હજારની માંગણીનો સરકાર પાસે સ્વીકાર કરાવ્યો હતો અને સમજૂતિ કરવામાં આવી હતી કે સરકારે નીમેલી કમીટી તેમના રિપોર્ટમાં રૃા. ૨૦ હજારનું સ્ટાઈપન્ડ નક્કી કરી આપશે. ત્યારબાદ હડતાળ પાછી ખેંચાઈ હતી. સરકાર સાથે થયેલી ખાનગી સમજૂતિ મુજબ સરકારે નીમેલી સમિતિએ રૃા. ૨૦ હજારના સ્ટાઈપન્ડનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો હતો અને પાછલી અસર એપ્રિલથી આ વધારો આપવાની ભલામણ કરી છે. સ્ટાઇપેન્ડના મુદ્દે થોડો વખત પહેલા જ સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા રેસીડેન્ટ તબીબોએએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.

૧૫ દિવસ ચાલેલી આ હડતાલને કારણે દર્દીઓ ભારે મુસીબતમાં મુકાતા સરકારને તબીબો સામે એસ્માનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી હતી. ત્યાર બાદ હડતાલ સમેટાઇ હતી અને સકારે સ્ટાઇપેન્ડ અંગે એક કમિટી બનાવી હતી. કમિટીનો રીપોર્ટ આવી ગયો છે. જેને પગલે ગુજરાત સરકારે ૫૦ થી ૬૦ ટકા સ્ટાઇપેન્ડ વધારવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલ પણ એપ્રિલ ૨૦૦૯થી જ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી એમડી, એમએસ, ડીપ્લોમા અને સુપર સ્પેશ્યલ બ્રાન્ચનાં લગભગ ૧૦૦૦ જેટલા તબીબોને આર્થિક ફાયદો થશે.

સ્ટાઇપેન્ડમાં કોને કેટલો વધારો મળશે ?

અમદાવાદ,
સ્ટાઇપેન્ડ વધારાની માગણી કરીને હડતાળ પાડી ચૂકેલા રેસિડેન્ટ તબીબોનું સ્ટાઇપેન્ડ વધારવાનો નિર્ણય સરકારે કર્યો છે. પરિણામે તબીબોને થનારા લાભની માહિતી આ મુજબ છે.

હોદ્દો

જૂનું સ્ટાઇપેન્ડ

નવું સ્ટાઇપેન્ડ

એમડી-એમએસ

રૃ. ૧૧૦૦૦-૧૩૫૦૦

રૃ. ૨૦૦૦૦-૨૧૫૦૦

ડીપ્લોમા

રૃ. ૭૦૦૦

રૃ. ૧૬૪૦૦

સુપર સ્પેશ્યાલિસ્ટ

રૃ. ૧૬૧૦૦

રૃ. ૨૨૦૦૦-૨૪૦૦૦

 

Courtesy : GujaratSamachar.com

Trackback(0)
Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 

Newsletter

Keep Update with Latest News


Receive HTML?

Rgistration
Follow us on Twitter

Chat